Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કવાંટમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 84 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 63.38 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ ;રાજ્યમાં ફરીવાર વરસાદનો માહોલ જામ્યો છે  રાજ્યમાં છેલ્લાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ સામાન્ય વરસાદ  નોંધાયો છે. 22 જિલ્લાના 84 તાલુકામાં વરસ્યો નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 63.38 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 1 તાલુકા, 51થી 100 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 13 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 53 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 107 તાલુકા છે.

જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યાં હોય તેવા 45 તાલુકા, તો 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 32 તાલુકા છે. ત્યારે હવામાન ખાતાએ આગામી 9 અને 10 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

(12:47 pm IST)