Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વડોદરાના પ્રતાપ સરોવર ઊંડું ઉતારાશે :વિશ્વામિત્રીના નદીના દબાણ દૂર કરાશે

વડોદરામાં પૂરના પાણીના નિકાલ માટે કેબિનેટમાં ચર્ચા

વડોદરામાં ભારે વરસાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતીમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણી વધુ ભરાયા હતા  જેથી આ સમસ્યાના નિવારણ માટે કેબિનેટમાં ચર્ચા કરાઇ હતી આ અંગે માહિતી આપવા મંત્રી યોગેશ પટેલે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે આજવા સરોવરમાં પાણીની સપાટી વધે તો પાણીના નિકાલ માટે કેબિનેટમાં થયેલી ચર્ચા મુજબ પ્રતાપ સરોવરને ઉંડુ કરાશે. તેમજ વિશ્વામિત્રી નદીના અંદર અને કાંઠા વિસ્તારના દબાણોને દૂર કરાશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. તેમજ લોકોની ભારે કફોડી સ્થિતિ થઇ હતી. તેમજ આજવા અને વિશ્વામિત્રીનાં પાણી શહેરમાં પાણી ફરી વળતા 3-3 દિવસ સુધી પાણી ભરાયેલા જ રહ્યા હતાં. આજવા ડેમની મગરો શહેરની ગલીઓમાં પાણીમાં તરતી થઇ ગઇ હતી.

(8:54 pm IST)