Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાત્રે અમદાવાદના ઉસ્માનપુરામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ :ચાંદખેડામાં 1 ઇંચ અને ગોતા -વેજલપુરમાં અડધો ઈંચ :ઉત્તર-પૂર્વ ઝોનમાં વરસાદનો અભાવ

અમદાવાદ :આજે રાત્રે અમદાવાદના પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન,મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ઉસ્માનપુરામાં એક કલાકમાં 41 મીમી વરસાદ પડ્યો તો આ તરફ ચાંદખેડામાં 20 મીમી, બોડકદેવમાં 7 મીમી વરસાદ પડ્યો છે. ત્યારે ગોતામાં 15 મીમી, વેજલપુરમાં 15મીમી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદના ઉત્તર ઝોન અને પૂર્વ જોનમાં વરસાદ નથી.

    અમદાવાદના એસજી હાઈવે, બોપલ, સેટેલાઇટ, જોધપુર, શિવરંજની, આનંદનગર, ચાંદખેડા, ન્યુ રાણિપ, અખબાર ભવન, નારણપુરા, ગોતા, ચાંદલોડિયા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

ગાંધીનગરમાં પણ હળવો વરસાદ શરૂ થયો હતો  

(12:12 am IST)