Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બહુચરાજીના વાતાવરણમાં પલટો :કાળાડિબાંગ વાદળાં બાદ ધીમીધારે વરસાદ શરુ

બહુચરાજીમાં વાતાવરણેમાં એકાએક પલટો આવ્યો હતો શહેર પર કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને ગરમીના ઘટાડાને કારણે વાતાવરણ ઠંડકભર્યું થઇ ગયુ હતું અને થોડી વારમા ઝરમર ઝરમર વરસાદની સવારી આવી પહોંચી હતી. પણ વરસાદના આગમનના તુરંત બાદ શહેરની વિજળી વેરણ થઇ જતા લોકોમા થોડી નિરાશા વ્યાપી હતી. પરંતુ તેમને મન વરસાદનું આગમન ખુશ કરનારુ હતું.

(9:24 pm IST)