Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમદાવાદમાં બીઆરટીએસ બસે બાળકને અડફેટે લેતા ગંભીર ઇજા ;લોકોના ટોળાનો પથ્થરમારો : બસના કાચ ફોડી નાખ્યા

 

અમદાવાદ :શહેરમાં ગઈકાલે મોડી રાત્રે BRTS 10 વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ટોળાએ બસ ઉપર પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાખ્યા હતા.

  આ અંગે જાણવા મળ્યા મુજબ, વ્યાસવાડી ચાર રસ્તા પાસે આશરે 10 વર્ષના બાળકને પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે અડફેટે લઇ કચડી નાખ્યો હતો. ત્યાર બાદ ગંભીર રીતે ઈજા પામેલા આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:16 pm IST)