Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હાર્દિક પટેલે ઉપવાસ માટે માંગેલા ગ્રાઉન્ડને અચાનક પાર્કિંગ પ્લોટ જાહેર કરાતા વિવાદ

સરકારના ઈશારે કામ કરતા સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે :નિખિલ સવાણી

અમદાવાદઃ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે ઉપવાસ માટે માગેલા ગ્રાઉન્ડને અચનાક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લોટ જાહેર કરાતાં વિવાદ સર્જાયો છે. ગ્રાઉન્ડને લઇને પાસ આગેવાન નિખિલ સવાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારની તાનાશાહીનો વધુ એક પુરાવો છે.

  ઉપવાસ માટે માગવામાં આવેલા ગ્રાઉન્ડને અમદાવાદ કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કરતા સવાણીએ ચિમકી આપી કે, પાસને મંજૂરીની જરૂર નથી.હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર ઉપવાસ કરીશું.  કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગૃહ મંત્રીની રહશે. જો અમને પરમિશન નહીં મળે તો આગામી દિવસોમાં ભાજપના ઇશારે કામ કરતાં સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 25 ઓગસ્ટથી અમદાવાદમાં હાર્દિક દ્વારા આમરઆંત ઉપવાસ કરવાનું આયોજન હતું. માટે તેની સાથે મોટી સંખ્યામાં પાટીદારોને જોડાવાની અપીલ કરી હતી

(7:41 pm IST)