Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સુરતના પુણા બી.આર.ટી.અેસ. વિસ્‍તારમાં પાણી માટેની ચેમ્બરમાં ગાય પડી જતા દોડધામઃ કોર્પોરેશન તંત્રની બેદરકારી નજરે પડી

સુરતઃ સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી જાહેર કરતો એક બનાવ સામે આવ્યો છે. અહીં પાણી માટે બનાવવામાં આવેલી નાની ચેમ્બરમાં એક ગાય ખાબકી હતી. જે બાદમાં પાલિકાનો સ્ટાફ દોડી ગયો હતો અને ગાયને બહાર કાઢી હતી.

જેસીબી મશીનની મદદથી બહાર કાઢીઃ સુરતના પુણા બી.આર.ટી.એસ. વિસ્તારમાં આ ઘટના બની હતી. ગાયને બહાર કાઢવા માટે સુરત મહાનગર પાલિકાનો સ્ટાફ જેસીબી મશીન સાથે દોડી ગયો હતો. પાણીની ચેમ્બરનો હોલ એટલો નાનો હતો કે તેમાંથી ગાયને બહાર કાઢી શકાય તેમ ન હતી. આથી જેસીબી મશીનની મદદથી ચેમ્બરને ઉપરથી તોડી નાખવામાં આવી હતી.

ગાયની હાલત ગંભીરઃ પાણીની ચેમ્બરના નાના હોલમાંથી અંદર પડેલી ગાયની હાલત ખૂબ જ દયનીય છે. હાલ પાલિકાના સ્ટાફે તેને બહાર કાઢી લીધી છે.

સવારે લોકોનું ધ્યાન જતાં કોર્પોરેશનને જાણ કરવામાં આવીઃ પાણીની ચેમ્બરમાં ગાય પડી હોવાનું લોકોને ધ્યાને આવ્યા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. પાલિકાના સ્ટાફે ચેમ્બરની બાજુમાં જેસીબી મશીનથી ખોદાણ કર્યું હતું. બીજી તરફ લોકોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે સ્માર્ટ ગણાતા સુરત શહેરમાં પાલિકાની બેદરકારીને કારણે કલંક લાગી રહ્યું છે.

(6:51 pm IST)