Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમદાવાદના અનેક વિસ્‍તારોમાં વરસાદી ઝાપટા વરસ્યાઃ વાતાવરણમાં ઠંડક

અમદાવાદઃ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા આજે અમદાવાદમાં પધરામણી કરી હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એસ.જી હાઇવે, વેજલપુર, કાંકરિયા, દાણીલીમડા સહિતના વિસ્તારામાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગે 8 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરી હતી. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદના મણીનગર, દાણીલીમડા, કાંકરીયા, એસ.જી.હાઈવે, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. વરસાદના આગમન સાથે જ શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.

(6:41 pm IST)