Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હાર્દિક પટેલના વિસનગર પ્રકરણમાં સજાના આદેશ ઉપર હાઇકોર્ટનો સ્ટેઃ જો સ્ટે યથાવત રહેશે તો લોકસભાની ચૂંટણી લડી શકશે

મહેસાણાઃ ગુજરાતમાં પાટીદાર દ્વારા અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટે ચૂકાદો આપતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. પરંતુ હવે માહિતી મળી રહી છે કે, વિસનગર કેસમાં હાર્દિક પટેલને થોડી રાહતના મળી છે.

 

વિસનગર કોર્ટે હાર્દિકની અરજી ગ્રાહ્ય રાખી છે. હાર્દિક પટેલની સજાના આદેશ પર હાઇકોર્ટે સ્ટે ઓર્ડર લગાવ્યો છે. જો સ્ટે બરકરાર રહેશે તો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે! વીસનગર કેસમાં સજા સસ્પેન્ડ કરે તો ચૂંટણી લડી શકશે. વીસનગર કોર્ટના ચૂકાદાને HC માન્ય રાખે તો ચૂંટણી નહી લડી શકે.મહત્વનું છે કે, ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા. જે મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને 2-2 વર્ષની સજા અને 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે ત્રણેય આરોપીને 15-15 હજારના બોન્ડ પર જામીન પણ મળી ગયા હતા.
વીટીવીને સુત્રો પાસેથી એક્સક્લુઝીવ જાણકારી મળી હતી કે હાર્દિક પટેલની 2019ની લોકસભા ચૂંટણી લડવાની મોટી ઈચ્છા હતી, હાર્દિકે લોકસભાની ચૂંટણી માટે અમરેલીની બેઠક પસંદ કરી હતી.
જુલાઈ માસમાં હાર્દિકની ઉંમર 25 વર્ષ પૂર્ણ થઈ છે તેથી તે ચૂંટણી લડી શકે છે. પરંતુ તેને 2 વર્ષની સજા થઇ હતી અને હવે હાઇકોર્ટે હાર્દિકની સજાના આદેશ પર સ્ટે ઓર્ડર લગાવ્યો છે ત્યારે સ્ટે બરકરાર રહેશે તો હવે હાર્દિક ચૂંટણી લડી શકશે! સ્ટે બરકરાર નહીં રહે તો... લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે હાર્દિક ચૂંટણી નહી લડી શકે.
હાર્દિકનું શું થશે
હાઈકોર્ટે સજા સસ્પેન્ડ કરવાની અરજી માન્ય રાખી છે. વીસનગર કેસમાં હાર્દિકની અરજી HCએ માન્ય રાખી છે. અરજી માન્ય રાખવાથી તે નિર્દોષ સાબિત થતો નથી. હાલ પુરતું તેને વીસનગર કેસમાં જેલમાં જવું પડશે નહીં. જેલમાં નહી જવું પડે તે હાર્દિક માટે રાહતના સમાચાર છે. ત્યારે વીસનગર કેસમાં સજા પર હાલ પુરતો સ્ટે કહેવાય છે. ચૂંટણી નહીં લડી શકવાની સ્થિતિ યથાવત રહેશે. કારણ કે વીસનગર કેસમાં હાર્દિક ગુનેગાર છે. લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે.
હવે હાઈકોર્ટમાં સરકારી અને હાર્દિકના વકીલ વચ્ચે દલીલ થશે. હાઈકોર્ટ બંન્ને પક્ષના વકીલોની દલીલને સાંભળશે. દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટ જે નિર્ણય આપે તેના પર હાર્દિકનું ભાવી નક્કી થશે. વીસનગર કેસમાં સજા સસ્પેન્ડ કરે તો ચૂંટણી લડી શકશે. વીસનગર કોર્ટના ચૂકાદાને HC માન્ય રાખે તો ચૂંટણી નહી લડી શકે.

(6:37 pm IST)