Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

શામળાજી નજીક કન્ટેનરમાં છુપાવેલ દારૂના જથ્થાને પકડવામાં કોન્ટેબલની બેદરકારીથી અરેરાટી

મોડાસા: શામળાજી પોલીસ લાઈન પરીસરમાં કન્ટેઈનરમાં ગાર્ડની સુરક્ષા વચ્ચે રખાયેલચ વિદેશી દારૃની ૧૩૧ પેટીઓ ચોરાઈ જવાની ઘટનાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.ત્યારે આ સ્થળે સુરક્ષાની ફરજ બજાવી રહેલ પોલીસ કોન્સ્ટેબલની ગંભીર બેદરકારી બદલ આ કર્મી.ને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. આ ચકચારી દારૃ પ્રકરણે સબ ઈન્સ્પેકટર બાદ પોલીસ કોન્સ્ટેબલને ફરજ પ્રત્યેની બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાય છે ત્યારે કરોડો રૃપિયાની દારૃની રખેવાળી સામે ગંભીર ક્ષતિઓ હોવાનું જણાઈ રહયું છે. દસ દિવસ અગાઉ જિલ્લાના શામળાજી પોલીસના કબ્જામાં રખાયેલ વિદેશી દારૃની ૧૩૧ પેટીઓ ચોરાઈ ગઈ હોવાનું જણાઈ આવતાં જ ચકચાર મચી હતી.રૃ.૭.૭૫ લાખની કિંમતનો દારૃનો જથ્થો કયારે કયારે કેવી રીતે ચોરાઈ ગયો  તે અંગે હજુ ૫ોલીસ ચોક્કસ હકીક્તો શોધી  શકી નથી ત્યારે આ દારૃ ચોરી પ્રકરણે ફરજમાં બેદરકારી દાખવવા બદલ શામળાજી પોસઈ એ.એમ.ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયા હતા. 
 

(6:03 pm IST)