Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સુરતના પુણામાં ખુલ્લા ખાડામાં ગાય પડતા મનપાએ બહાર કાઢવા કામગીરી હાથ ધરી

સુરત: સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં મ્યુનિ.ની બેદકારીના કારણે એક ગાય વાલ્વ માટેના ચેમ્બર પર ઢાંકણ ન હોવાથી સવારે એક ગાય ચેમ્બરમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોને ગાય ચેમ્બરમાં ફસાયાની ખબર પડતાં મ્યુનિ. તંત્રને જાણ કરી હતી. મ્યુનિ.ના ફાયર વિભાગે ચેમ્બરની આસપાસના ભાગે ખોદાણ કરીને ગાયને બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી. થોડા સમય પહેલાં ડ્રેનેજના ખુલ્લા ચેમ્બરમાં અકસ્માતે બાળકનું મોત થયાં બાદ પણ તંત્રએ બોધપાઠ ન લેતાં ગાય ફસાતા મ્યુનિ.ની કામગીરી સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસમાં પડેલા વરસાદમાં પાણીના નિકાલ માટે ખોલી નંખાયેલા ઢાંકણમાં એક બાળકનું ડુબી જતાં અકસ્માતે મોત થયું હતું.
 

(6:00 pm IST)