Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરાના છાણી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે 10 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપ્યો

વડોદરા: છાણી વિસ્તારમાં ગઇ મોડીરાતે છાણી પોલીસે દારૃનો મોટો જથ્થો ઝડપી પાડી કામગીરી પુરી કરી તે જ વખતે ત્રાટકેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શરાબની પેટીઓ ભરેલી કાર કબજે કરતાં આશ્ચર્ય સર્જાયું છે. દશરથ ગામ પાસેના બુ્રસેલ્ઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં દારૃના મોટા જથ્થાની હેરાફેરી થઇ રહી હોવાની વિગતોને પગલે છાણી પોલીસે રાતે ૧૨.૧૫ વાગે છાપો માર્યો હતો અને ટેમ્પો,કાર સાથે દારૃના જથ્થા સહિત રૃા.૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. છાણી પોલીસની ટીમ વાહનો અને દારૃ કબજે કરી પકડાયેલા ખેપિયાઓને લઇ પરત ફરી અને તુર્તજ ક્રાઇમ  બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો.પોલીસે એક બિનવારસી કાર કબજે કરી હતી.જેમાંથી રૃા.અડધો લાખની કિંમતની બીયરની ૨૦ પેટી મળી આવી હતી.જેથી છાણી પોલીસને આ કાર નજરે પડી નહીં કે પછી આંખ આડા કાન કરાયા હતા ? શું છાણી પોલીસના ગયા પછી ખેપિયાઓની કાર આવી હશે ? તેવા સવાલો તપાસનો વિષય બન્યા છે.
 

(5:59 pm IST)