Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરાના મકરપુરામાં નોકરીથી પરત ફરતા દંપતી પર બુટલેગરની ટોળકીનો હુમલો

વડોદરા:ના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી ગત રાત્રે નોકરી પરથી છુટીને ચાલતા ઘરે જઈ રહેલા દલિત દંપતીને મેદાનમાં ત્રણ યુવકોએ આંતર્યા હતા અને દારૃની પેટીઓની ચોરીનો આરોપ મુકી દંપતીના દાગીના અને મોબાઈલની લૂંટ કરી હતા. આ દરમિયાન દંપતીએ ભાગવાનો પ્રયાસ કરતાં બે યુવકોએ દલિતની પત્નીને પકડી રાખી તેને મેદાનમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવની જાણ થતાં જ માંજલપુર પોલીસે બળાત્કાર કરનાર બંને યુવકોને ઝડપી પાડી તેઓના ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે. મૂળ આણંદ જિલ્લાની વતની ૨૦ વર્ષીય દલિત યુવતીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું દલિત જ્ઞાાતીની છું અને છ માસ અગાઉ મારા મારી જ જ્ઞાાતિના યુવક સાથે લગ્ન થયા છે. હાલમાં હું અને મારા પતિ બંને મકરપુરા જીઆઈડીસીની અલગ-અલગ કંપનીમાં ડાયરેક્ટ માર્કેટીંગનું કામ શીખતા હોઈ એપ્રેન્ટીસ તરીકે નોકરી કરીએ  છે. અમારી બંનેની કંપની દ્વારા કર્મચારીઓને રહેવા માટે અલગ-અલગ ભાડેથી મકાન ફાળવ્યા છે જેથી હું માંજલપુર અલવાનાકા પાસે મારી સાથી કર્મચારી યુવતીઓ સાથે રહું છું જયારે મારા પતિ પણ માંંજલપુરમાં તેમના સાથી કર્મચારીઓ સાથે અલગ મકાનમાં રહે છે.
 

(5:58 pm IST)