Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મહેમદાવાદના દેવકી વણસોલમાં કાર સાથે એક્ટિવા અથડાતા બેને ગંભીર ઇજા

મહેમદાવાદ:તાલુકાના દેવકી વણસોલ રોડ એક્ટિવા પાછળ ફોર વ્હીલ ગાડી અથડાતા બે જણાંને ઈજા થઈ હતી. જેથી તેમને તુરંત જ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના સલુણ બસ સ્ટેન્ડ પાસે રહેતા હરમાનભાઈ પુનમભાઈ તળપદા ગત તા. ૨-૮-૧૮ના રોજ એક્ટિવા નં.જી. ૭ સીએમ ૮૭૫૪ લઈ મહેમદાવાદ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે દેવકી વણસોલ નજીક પૂરપાટ ઝડપે આવેલ ફોરવ્હીલ ગાડીને જીજે ૦૭ ડીએ ૬૧૩૯ એક્ટિવા પાછળ અથડાઈ હતી. જેથી એક્ટિવા ચાલક હરમાનભાઈ તળપદા તથા તેમના સંબંધીને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે હરમાનભાઈ પુનમભાઈ તળપદાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:53 pm IST)