Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કોલગેટ દ્વારા બાળકોના ભવિષ્ય માટે સ્કોલરશિપ પ્રોગ્રામની આવૃત્તિ લોન્ચ

 અમદાવાદઃ ભારતમાં ઓરલ કેરમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડે તેનો વાર્ષિક કોલગેટ સ્કોલરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપ ૫૦૦થી વધુ બાળકો રૂ.એક લાખ સુધી સ્કોલરશિપ મેળવી શકશે અને ઓફર- પેક ખરીદી કરનારા દરેક ગ્રાહકોને બીવાયજેયુના લનિંગએપનું એક મહિનાનું મફત લવાજમ મળશે.

કોલગેટ પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર ઈસ્સમ બછલાનીએ જણાવ્યું હતું કે કોલગેટમાં અમે માનીએ છીએ કે બધા સ્મિત કરી શકે તેવું ભવિષ્ય માટે હકદાર છે અને અમે અમારા વાર્ષિક કોલગેટ સ્કોલરશિપ પ્રોગ્રામ સાથે તે જીવંત કરવા માગીએ છીએ જે અમે દર વર્ષે વધારી રહ્યા છીએ. આ વર્ષે અમે સ્કોલરશિપની સંખ્યા વધારવા સાથે લનિંગ એપ સાથે અમારી ભાગીદારી પણ જાળવી રાખી છે. જે દરેક કોલગેટ સ્કોલરશિપ પેક થકી મફત શિક્ષણ અભિમુખ બનાવે છે.

(4:03 pm IST)