Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બાર કાઉ. ઓફ ગુજરાતનું રપ ઓગસ્ટે બોર્ડ મળશેઃ ચૂંટણીનો ધમધમાટઃ ચેરમેન સહિતના હોદાઓની વરણી

રાજકોટ તા. ૮ :.. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં હારેલા બાર કાઉન્સીલના ઉમેદવારોએ ગંભીર આક્ષેપો વાળી કરેલ. ફરીયાદો બી. સી. આઇ. ની કમીટીએ ફગાવી દીધા બાદ બી.સી.આઇ. દ્વારા ચૂંટાયેલ મેમ્બરોને નોટીફીકેશન બહાર પાડી ચૂંટાયેલ જાહેર કરી અને આગામી જનરલ બોર્ડ બોલાવવાનો માર્ગ મોકળો કરી દીધાનું ભાજપા પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ તથા સહ કન્વીનર દીલીપ પટેલ દ્વારા જણાવાયેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આગામી પચ્ચીસ ઓગસ્ટે જનરલ બોર્ડ બોલાવવાનું અને એડવોકેટ જનરલની અધ્યક્ષતામાં વિવીધ કમીટીની વરણી તથા બાર કાઉન્સીલના ચેરમેન, વા. ચેરમેન એકઝીકયુટીવ કમીટી ચેરમેન સહિતની મહત્વની કમીટીના મેમ્બરોની નિમણુક થશે તેમ પણ જે. જે. પટેલ દ્વારા જણાવાયેલ છે.

આગામી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા પણ એક મેમ્બરની નિમણુક કરવા તા. ૯-૯-૧૮ ના જનરલ બોર્ડ બોલાવાનું નકકી થયાનું નકકી થયેલનુ જાણવા મળેલ છે. ચૂંટણીના ધમધમાટ થતા આ શનિવારે ૧૧-૮-૧૮ ના કન્વીનર જે. જે. પટેલના નિવાસ સ્થાને ચૂંટાયેલ ભાજપા તરફી મેમ્બરોની મીટીંગ રાખવામાં આવેલ છે. અને તેમાં ગ્રુપમાં વિસ્તૃત હોદેદારો માટેની ચર્ચાઓ થનારનું જણાવાયેલ છે.

(3:54 pm IST)