Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

નગરજનો પાસે માત્ર ટોકન સ્વરૂપે પાર્કિંગ ચાર્જ લ્યોઃ હાઇકોર્ટની ટકોર

ગાયોને રેઢી મુકી દેનારા ઢોર માલિકો વિરૂધ્ધ કાર્યવાહી થશેઃ હાઇકોર્ટમાં થયેલ અરજીની સુનાવણીમાં તંત્રએ આપેલ ખાત્રી

રાજકોટ તા. ૮ : અમદાવાદમાં ટ્રાફિક-પાર્કિંગ અને રખડુ ઢોરની સમસ્યા  ઉકેલવા બાબતે નામદાર હાઇકોર્ટ સમક્ષ થયેલ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકોને ટકોર કરી હતી કે નાગરીકો પાસેથી માત્ર ટોકન સ્વરૂપેજ પાર્કિંગ ચાર્જ વસુલવો જોઇએ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં રખડતા ઢોર અને ટ્રાફિક-પાર્કિંગ મામલે હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોંગજેની ખંડપીઠે વધુ સુનાવણી હાથ ધરી હતી. જેમાં મ્યુ.કોર્પોરેશન તરફથી એડવોકેટ જનરલે તંત્ર વતી ખાત્રી ઉચ્ચારી હતી.  કે આગામી સપ્તાહમાં રખડતા ઢોરને વિરૂધ્ધ કાર્યવાહી થશે અને વારંવાર ઢોરને રેઢા મુકી દેનાર ઢોર માલીકોની ઓળખી ઢોરને લગાયેલા ટેગ ઉપરથી કરી અને ઢોર માલિકો વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે.

જયારે ટ્રાફિક પાર્કિંગ મામલે હાઇકોર્ટે ટકોર કરી હતી કે મ્યુ.કોર્પોરેશન દ્વારા હાલમાં જે-જે પાર્કિંગ ઉભા કરાયા છે. તેમાં નાગરીકો પાસે માત્ર ટોકન સ્વરૂપેજ ચાર્જ વસુલવા નામદાર હાઇકોર્ટે તંત્રને ટકોર કરી હતી.

નોંધનીય છે કે રાજકોટમાં ત્રિકોણ બાગ, યાજ્ઞીક રોડ, કોર્ટ બિલ્ડીંગ પાસે, જીમખાના રોડ, સહીતના ૧૦ જેટલા સ્થળોએ મ્યુ.કોર્પોરેશનના પાર્કિંગ છે. જે ખાનગી કોન્ટ્રાકટરને સંચાલન માટે આપી દેવાયા છ.ે જેથી આ પાર્કિંગમાં નાગરીકો પાસેથી રૂ. પ થી ૪પ સુધીનો પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.(૬.૯)

(1:32 pm IST)