Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હરિ હર લેંગે જીવન કી સબ પીડા, આઓ, મિલકર ઉઠાએ ગૌસેવા કા બીડા

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ગૌ પ્રેમઃ ઘર આંગણે વાછરડી જન્મને વ્હાલથી વધાવ્યો

રાજકોટઃ. મહાન ઈષ્ટદેવ શ્રી કૃષ્ણએ ગૌસેવા માટે ગોપાલ શિરોમણિ બનીને પૃથ્વી પર અવતાર ધારણ કરેલો તેમણે સમગ્ર વિશ્વને ગૌસેવા અને ગૌપૂજાનો સંદેશ આપ્યો છે. ગૌ, ગંગા અને ગાયત્રી તે ત્રણેય માતાઓ ભારતવાસીઓનું જીવન છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા (મો. ૯૮૨૪૧ ૦૦૯૨૦) ગૌસેવાનો મહિમા બરાબર સમજે છે. કૃષ્ણને વ્હાલી ગાયો તેમને પણ બહુ વ્હાલી છે. તેમણે પોતાના ગાંધીનગર ખાતેના સત્તાવાર બંગલે બે ગાયો રાખી છે. એક વાછરડો છે. બે દિવસ પહેલા ગાયએ એક સુંદર વાછરડીને જન્મ આપતા પ્રદીપસિંહના પરિવારની પ્રસન્નતામાં પારાવાર ઉમેરો થયો છે. મંત્રી તરીકેના માભા સાથે અદના ગૌભકતની અદાથી તેમણે વાછરડીના જન્મના વ્હાલથી વધામણા કર્યા છે. ગૌમાતાની જય હો...

(10:34 am IST)