Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

કાલે વલસાડ, નવસારી, દમણમાં મેઘરાજા વરસશે: ચાર દિવસમાં અમદાવાદમાં હળવો વરસાદ પડશે

અમદાવાદ :રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઈનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં નીચે દબાણ સર્જાતા વરસાદની શકયતા સામે આવી છે.

  જયારે આગામી ચાર દિવસમાં અમદાવાદમાં હળવો વરસાદ પડે એવું અનુમાન છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદ પડે એવી શકયતા હવામાન વિભાગે કરી છે.

   રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો માત્ર 54.65 ટકા જ વરસાદ નોંધાયો છે.ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.અત્રે  ઉલ્લેખનીય છે કે, વરસાદે પહેલી જ એન્ટ્રીમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં હજુ પણ વરસાદની ઘટ સામે આવી છે.

(10:36 am IST)