Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગોધરામાં ITI ભરતીમેળામાં હોબાળો :અવયવ્સ્થા થતા મેનેજરને રૂમમાં પુરી દેવાયા :પોલીસનો લાઠીચાર્જ

ગોધરામાં યોજવામાં આવેલા ITIના ભરતી મેળામાં હોબાળો મચી ગયો હતો. રાજ્યભરમાંથી ઉમેદવારો આ ભરતી મેળામાં આવ્યા હતા. ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવાર આવવાના કારણે અવ્યવસ્થા ઉભી થઈ હતી. જેથી રોષે ભરાયેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.    

    જાણવા મળ્યા મુજબ આ ભરતી મેળામાં સાત હજાર કરતા વધારે ઉમેદવાર ઉમટી પડ્યા હતા. જોકે ઉમેદવારોની સંખ્યા પ્રમાણે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. બેરોજગાર ઉમેદવારની ભીડને જોઈને આયોજકોનો પરસેવો છૂટી ગયો હતો. જેથી એમજીએમ કંપનીના ડેપ્યુટી મેનેજરને રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારે બેકાબૂ બનેલા ઉમેદવારો પર પોલીસ દ્વારા લાઠીઓ પણ વિંઝવામાં આવી હતી.

(9:18 pm IST)