Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

પાટણમાં ઉત્તર ગુજરાત યુનિ,માં પ્રવેશ પ્રક્રિયા મામલે NSUIનું આંદોલન :કુલપતિની ઓફિસ બહાર હંગામો

 પાટણમાં આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા પ્રવેશ પ્રક્રિયા મામલે આંદોલન શરૂ કરાયું છે પ્રવેશ પ્રક્રિયા મામલે એનએસયુઆઈના કાર્યકરો છેલ્લા 6 દિવસથી અલગ-અલગ કાર્યક્રમ આપી આંદોલન કરી રહ્યા છે.

    એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપવા પહોંચ્યા હતા.જ્યા કુલપતિ અને રજિસ્ટાર હાજર ન હોવાના કારણે કાર્યકરો રોષે ભરાયા હતા. જેથી એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર હંગામો મચાવ્યો હતો.

 

(9:38 pm IST)