Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બીટકોઈન તોડકાંડ કેસમાં આરોપી કેતન પટેલની જામીન અરજી ફગાવાઈ

બીજા આરોપીની મદદ અને પુરાવા સાથે ચેડાં કરી શકે છે :કોર્ટનું અવલોકન

અમદાવાદ :કરોડો રૂપિયાના બીટકોઇન તોડ કાંડ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી કેતન પટેલની જામીન અરજી ફગાવી છે. કોર્ટે અવલોકન કર્યુ છે કે કેતન પટેલ એક વકીલ છે. તમામ કાયદા તેઓ જાણે છે. તો પણ બીટકોઇન તોડમાં બીજા આરોપીઓની મદદ કરી છે. સાથે જ આરોપી કેતન પટેલને જામીન આપવામાં આવે તો. તે પુરાવાની સાથે ચેડા કરી શકે છે. જ્યારે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે

(9:41 pm IST)