Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજ્યમાં પરવાનગી વિના ખાનગી કોલેજોના કૃષિ કોર્ષ બંધ કરો :ભરૂચમાં વિદ્યાર્થીઓએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપ્યું

ભરૂચ :રાજ્યમાં પરવાનગી વિના ખાનગી કોલેજોમાં ચાલતા કૃષિ કોર્ષ બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રેલીયોજીને કલેકટરને  આવેદનપત્ર પાઠવ્યું હતું. 

  વિદ્યાર્થીઓએ હડતાળના બીજા દિવસે કોલેજ ખાતેથી હાથમાં બેનરો સાથે રેલી યોજી હતી. આ રેલી ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. અને ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતા કૃષિ કોર્ષ બંધ કરાવવાની માંગણી કરી હતી.

  ભરૂચના મકતમપુરમાં નવસારી કૃષિ મહાવિદ્યાલયમાં કૃષિ અભ્યાસક્રમો બંધ કરાવવા વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે.

(9:42 pm IST)