Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મગફળીકાંડ મામલે માળીયા ભાજપના બે પદાધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદઃ મગફળીકાંડ મામલે ભાજપના બે પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુળુભાઇ ઝુંઝિયા અને વિક્રમ લાખાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર છે. મુળુભાઇ ઝુંઝિયા માળિયા તાલુકાના ભાજપના પ્રમુખ છે. વિક્રમ લાખાણી માળીયા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. 

(11:01 pm IST)