Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરા :મકરપુરામાં દંપતીને લૂંટીને બે શખ્સોએ પત્ની પર કર્યો સામુહિક બળાત્કાર :દબોચી લેવાયા

વડોદરા :મકરપુરા જીઆઇડીસીમાં ગત મોડીરાત્રે ત્રણ લૂંટારૂઓએ યુવાન દંપતિને લૂટી લીધા હતા. ત્યારબાદ બે યુવાનોએ મહિલાનું મોંઢુ દબાવી સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં રાત્રે જ પોલીસે બે હવસખોરોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ફરાર થઇ ગયેલા ત્રીજા આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

   આ અંગેની વિગત મુજબ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી આશા રાઠવા(નામ બદલ્યું છે)નું માંજલપુર વિસ્તારમાં જ રહેતા હેમંત રાઠવા (નામ બદલ્યું છે) સાથે છ મહિના અગાઉ લગ્ન કર્યું હતું. બંને મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગ્લેઝ કંપનીમાં માર્કેટિંગની ટ્રેનિંગ લેવા સાથે નોકરી કરે છે.

   સોમવારે મોડી રાત્રે આશા તેના પતિ સાથે વડસર બ્રિજ પાસે ઉભેલી સહેલી રેશમાને (નામ બદલ્યું છે) ચાલતા લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન રેશમાએ આશાને ફોન કરીને જણાવ્યું કે, મને સાથ મળી ગયો છે. લેવા માટે આવશો નહીં. જેથી યુવાન દંપતિ પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. દંપતિ મકરપુરા જીઆઇડીસી શાકમાર્કેટ પાસે પહોંચ્યા હતા. તે સમયે આશરે 20થી 25 વર્ષના ત્રણ યુવાનો તેઓની પાસે આવ્યા હતાઅને લૂંટ ચલાવી હતી બાદમાં બે શખ્શોએ પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો 

(11:45 pm IST)