Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

તહેવારો પૂર્વે તેલના ભાવમાં વધારાથી સરકાર સતર્ક :કાળાબજારિયા સામે તપાસના આદેશો :દરેક કલેક્ટરને અપાઈ સૂચના :પુરવઠામંત્રી જયેશ રાદડિયા

ગાંધીનગર :આગામી દિવસોમાં તહેવારોની ભારમાળ શરુ થઈ રહી છે ત્યારે આવા સમયે છેલ્લા બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સિંગતેલના 10 કિલોના ડબ્બામાં .70નો વધારો ઝીંકી દેવાયો છે. કપાસિયા તેલમાં પણ કાચામાલની અછતના પગલે વોશ મોંધુ થતાં છેલ્લા ચાર દિવસમાં.40નો વધારો નોંધાયો છે

   દરમિયાન રાજ્યના પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ તેલના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા અને કાળાબજારિયા સામે તપાસના આદેશ આપ્યા છે મંત્રીએ રાજ્યના કલેકટરોને આ મુજબની સૂચના આપીને તેલના ભાવ નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે

  બીજીતરફ  તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.

(8:04 pm IST)