Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડનગરના અૈતિહાસિક શર્મિષ્‍ઠા તળાવમાંથી ૪૦ કિલો વજનના મહાકાય કાચબાની ચોરીઃ મેલીવિદ્યા અથવા સગર્ભા મહિલાઓને ખવડાવવા માટે ચોરી થઇ હોવાનું તારણ

વડનગરઃ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં અસંખ્ય કાચબા છે. આ તળાવમાંથી 35 થી 40ની ઉંમરના કાચબાઓની મેલીવિદ્યા માટે ચોરી થતી હોવાની રાવ ઊઠી છે. ત્યારે શર્મિષ્ઠા તળાવમાં અર્જુનબારી દરવાજા નજીક ચારથી પાંચ શખ્સો ગલ નાખી (એક પ્રકારની દોરી) આશરે 35 વર્ષના મહાકાય કાચબાને પકડી તેની ચોરી કરી રહ્યાનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી છે. કાચબાના તસ્કરોને પકડી પાડવા મહેસાણા એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ તેમજ વનવિભાગ પણ તપાસમાં જોડાયો છે.

વડનગર પીએસઆઈ બી.એમ. પટેલે કેટલાક શકમંદોની પૂછપરછ પણ કરી છે. જોકે, હજુ સુધી કોઈ કડી મળી નથી.પોલીસે આરએફઓની ફરિયાદ આધારે કલમ 379, 114 અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 51 મુજબ ગુનો નોંધ્યો છે.

(6:55 pm IST)