Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સુરતમાં અઢી વર્ષની બાળા સાથે રઇશ પઠાણે અડપલા કરતા ધરપકડ

સુરતઃ શહેરના ડીંડોલી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી સાથે રઇશ ઇશ્માઇલ પઠાણ નામના વ્યક્તિએ અડપલાં કર્યા હતા. રઇશે બાળકીને તેના ઘરમાં પૂરી દીધી હતી અને તેની સાથે અડપલાં કર્યા હતા.

બાળકીના માતાપિતાને આ અંગેની જાણકારી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે આરોપી રઇશ ઇશ્માઇલ પઠાણની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા સુરતમાં એક બનાવ દેશભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. અહીં એક 11 વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે બાળકીની માતાની પણ હત્યા કરી નાખવામાં આવી હતી.

(6:51 pm IST)