Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

શાહપુરની યુવતીને પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચરાયું

નરાધમે ચપ્પાની અણીએ દુષ્કર્મ કર્યું : આરોપી વિડીયો ઉતારીને સતત દુષ્કર્મ આચરતો હોવાથી યુવતીએ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી

અમદાવાદ, તા. ૮ :  શાહપુરમાં રહેતી યુવતીને ચપ્પાની અણીએ હોટલના રૂમમાં લઇ જઇને બળજબરીપૂર્વક રેપ કરીને તેનો વીડિયો ઉતારી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવક અવારનવાર યુવતી સાથે શરીર સંબધ બાંધતો હતો જેમાં અંતે યુવતીએ કંટાળીને ન્યાય માટે પોલીસ ઘાટલોડિયા સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે  પ્રકાશ મકવાણા નામના યુવક સામે ગુનો તેની ધરપકડ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતી દોઢ વર્ષ પહેલાં ચાંદખેડામાં નર્સિંગનો કોર્સ કરતી હતી ત્યારે તેનો સંપર્ક ચાણક્યપુરીમાં રહેતા હિતેશ બંસલ સાથે થયો હતો. હિતેશે યુવતીને સંપર્ક પ્રકાશ મકવાણા સાથે કરાવ્યો હતો. જ્યા બન્ને જણાએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને વોટ્સએપ કોલ અને ચેટિંગથી વાતચીત કરતાં હતાં. ગત મહિનામાં યુવતી નોકરી પર હાજર હતી ત્યારે પ્રકાશે તેને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે હિતેશ બંસલે ભાગીને લગ્ન કરી દીધાં છે.

                 હિતેશ મળવા માગે છે એટલે તું દિલ્હી દરવાજા આવી જા. પ્રકાશની વાત સાંભળાને યુવતી દિલ્હી દરવાજા આવી ગઇ. જ્યાં બન્ને જણા એક્ટિવા લઇને ચાંદલોડિયા ગ્રીનપાર્ક હોટલ લઇ ગયાં હતાં. જ્યાં હિતેશ રોકાયો હોવાની વાત કરતાં બન્ને જણા હોટલના રૂમમાં ગયાં હતાં. યુવતી પ્રકાશ સાથે રૂમમાં ગઇ ત્યારે તરત જ પ્રકાશે તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવા પડશે અને જો તું બુમાબુમ કરીશ તો તને જાનથી મારી નાખીશ. પ્રકાશે યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતીએ તેના પિતાને વાત કરતા અંતે ઘાટલોડિયા પોલીસે પ્રકાશ મકવાણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રકાશ મકવાણાની ધરપકડ કરી છે જ્યારે યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.

(10:29 pm IST)