Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૧૮ પોલીસ સ્ટેશન નહોતા ઈચ્છતા કે રથયાત્રા યોજાય

ગુજરાત હાઇકોર્ટમાં તંત્ર દ્વારા જવાબ રજૂ કરાયો : રથયાત્રા યોજવા સંદર્ભે યાત્રાના રૂટ ઉપર આવતા ૧૮ પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો

અમદાવાદ, તા. ૦૮ : ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)એ આ વર્ષે ૨૩ જૂનની રથયાત્રા માટે મંજૂરી આપવા વિલંબ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનો જવાબ આપ્યો હતો. શહેર પોલીસના પોતાના જવાબમાં કહ્યું કે, રથયાત્રા યોજવા અંગે રથયાત્રાના રૂટ પર આવતા ૧૮ પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તમામ પોલીસ સ્ટેશને રથયાત્રા યોજવાની પરમિશન માટે સંમતિ દર્શાવી નહોતી. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૮મી મેના રોજ રથયાત્રા યોજવાની પરવાનગી માંગતી અરજીને રજૂ કરવામાં આવતા હાઈકોર્ટે આ અંગેના જવાબ માંગ્યા હતા.  

           પરંતુ કોરોના મહામારીને કારણે સંક્રમણ વધુ ફેલાઈ શકે અને લોકોમાં ભય પેદા થઈ શકે તે માટે ૨૩ જૂન પહેલા થોડા દિવસો સુધી રથયાત્રા યોજવા અંગે કોઈ મંજૂરી મળી નહોતી.  હાઈકોર્ટના જવાબમાં શહેર પોલીસે કહ્યું કે, રથયાત્રા રૂટ પર આવતા ૧૮ પોલીસ મથકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તમામ પોલીસ સ્ટેશન દ્વારા સંમતિ મંજૂરી આપવામાં આવી નહોતી. મંદિરના અધિકારીઓ સાથે પણ અનેક બેઠક યોજાઈ હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને એએમસીએ જવાબ આપ્યો કે રથયાત્રા યોજવાની પરવાનગી માત્ર પોલીસ વિભાગ જ આપી શકે છે.

સરકાર અને અન્ય પક્ષકારો દ્વારા શરતી મંજૂરી આપવા અરજીઓ ખસેડાયા બાદ, ૨૨ અને ૨૩ જૂન દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી, પરંતુ હાઈકોર્ટે કોવિડ -૧૯ રોગચાળો ફેલાતો જોઈને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવીનહોતી.

(7:42 pm IST)