Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજ્ય સરકારે કલેકટરને માથે જવાબદારી નાખતા નર્મદા સુગરની ચૂંટણી હાલ નહિ કરવા સહકારી કાર્યકરોની રજુઆત

નર્મદા સુગરનો ચૂંટણી મામલો હાઈકોર્ટ માં સબ જ્યુડીશ છે.નવા પરિપત્ર બાદ ભરૂચ નર્મદાના 602 ગામો અને. ૨૩ હજાર ખેડૂતોને અસર કરતી ચૂંટણી યોજવા કલેક્ટર મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ભરૂચ નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ નર્મદા સુગરની ચુંટણી નો મામલો પુનઃચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

  પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે સહકારી મંડળીઓ ની ચુંટણી નો મામલો જિલ્લા કલેક્ટરો ને સોંપ્યો છે જેથી ચૂંટણી યોજવા મંડળી એ હવે જેતે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે,હકીકતમાં તો કોરોના મહામારીમાં ભલે અનલોકની છૂટછાટ હોય પણ જયારે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો અને રેલીઓ પર પ્રતિબંધિત હોય અને લગ્ન સમારંભો પણ સીમિત હોય તે સંજોગોમાં ચૂંટણી યોજવી હિતાવહ નથી પરંતુ અનિર્ણાયક ભાજપ સરકાર રાજકીય દબાણથી બચવા સમગ્ર જવાબદારી જિલ્લા કલેક્ટરો ને માથે નાખી છે

  ત્યારે અગાઉ 144 મી કલમ અને એપેડેમિક એક્ટનું જાહેરનામું અમલમાં હોવા છતાં નર્મદા સુગરના સંચાલકો એ સત્તાલાલસામાં ચુંટણી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું જે કલેકટર નર્મદા ના હુકમ થી ચૂંટણી મુલતવી રાખવા માં આવી હતી.ત્યારે હવે પુનઃ નર્મદા સુગર ચેરમેન કલેક્ટર પાસેથી મંજૂરી મેળવી ચૂંટણી ના યોજે તે માટે સહકારી આગેવાનો અને કાર્યકરો એ જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર આપી રજુઆત કરી છે.અને હાલ પ્રજાના આરોગ્ય ના હીત માં ચૂંટણી હિતાવહ નથી તેવી રજુઆત કરી અને અગાઉ ની છૂટછાટ માં પણ નર્મદા સુગર ને મેટર હાઈ કોર્ટ માં સબ જ્યુડિશ હોવાથી છૂટ ન હતી આપી ત્યારે નવા પરિપત્ર બાદ ભરૂચ નર્મદા ના 602 ગામો અને. ત્રેવીસહજાર ખેડૂતો ને અસર કરતી ચૂંટણી યોજવા કલેક્ટર મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.

 

(6:29 pm IST)