Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા એ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષકોને 4200 ગ્રેડ આપવાની કરી માંગ

2010 પછી શિક્ષક તરીકે જોડાયેલા ઓને ઓછો પગાર અપાતો હોવાની ફરિયાદો ઉઠી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમા શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષકો ને વર્ષો થી ઓછો પગાર ચુકવવામા આવતો હોવાની ફરિયાદો ઉઠતા દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની વહારે આવી રાજય ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી શિક્ષકો ને 4200 ના ગ્રેડ પે આપવાની માંગ કરી છે.
ધારાસભ્ય મહેશ વસાવા એ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્ય સરકાર ના પ્રાથમિક શિક્ષણ વિભાગ મા વર્ષ 2010 અને તે પછી શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકો ને શરુઆત થી જ અન્ય રાજ્યો ની જેમ પૂર્ણ વેતન અને 4200 નો ગ્રેડ પે મળવો જોઇએ જે મળતો નથી.
રાજ્ય સરકારના નાણાં વિભાગ ના વિવાદાસ્પદ પરિપત્ર મુજબ શિક્ષકો ને કે જેમણે 9 વર્ષ ની પોતાની નોકરીઓ પૂર્ણ કરેલ છે છતાં તેઓને ઉચ્ચતર પગાર ધોરણ, 4200 મળવુ જોઇએ તેની જગ્યા એ માત્ર 2800 રુપિયા જ કરી દેવામાં આવેલ છે.શિક્ષકો કે જે સમાજ નિર્માણ મા મહત્વ નુ યોગદાન આપતા હોય છે તેમની સાથે અન્યાય કેમ ?? શિક્ષણ જગત મા આ બાબતે ધેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે તેમ જણાવી ધારાસભ્ય મહેશ વસાવા એ 4200 નો ગ્રેડ પે વિના શરતે તવરિતજ આપવા મુખ્યમંત્રી ને ભલામણ કરી છે.

(6:28 pm IST)