Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ

ઘણા વર્ષો થી આ સમસ્યા બાદ પણ પાલીકા દ્વારા તેનો કોઈજ કાયમી ઉકેલ ન લવાતા માર્ગ પર ફરતા ગંદા પાણીથી રોગચાળાની દહેશત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ તંત્રની મહેરબાનીથી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે જેમાં શહેર ના મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ ઉભરાતી ગટરો થી વેપારીઓ કંટાળી ચુક્યા છે.રોજ સવારે દુકાનો ખોલતાની સાથેજ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનો માં ખરીદી કરવા જતાં અટકે છે.
રાજપીપળા શહેર માં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમય ની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની રામાયણ જોવા મળતી હોય પાલીકા માં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે. જોકે આમાં કેટલાક વિસ્તારો માં લોકો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણા નો કચરો ગટરો માં ઠાલવતા હોવાથી ગટર ચોકપ થતી જોવા મળે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકા ના સફાઈ કામદારો પણ કચરો વાળી લારી માં ભરવાના બદલે ગટરો માં ધકેલી દેતા આવી નોબત આવે છે.ત્યારે પાલીકા તંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.
 સ્ટેશન રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ આ ગતરગંગા ની રોજની રામાયણ થી કંટાળી ચુક્યા હોય ભારે રોષ સાથે કેટલાક વેપારીઓ એ જણાવ્યું કે મોટા તહેવારો ટાણે ખાણી પીણી ની લારીઓ કે દુકાનો પર પાલીકા ની ટિમ ખાદ્ય સામગ્રી નું ચેકીંગ કરે છે જોકે એ જરૂરી છે.પરંતુ આમ રોજ ગટર નું ગંદુ પાણી અમારી દુકાનો ની બહાર વહે છે ત્યારે પાલીકા અધિકારી પહેલા આ બાબતે યોગ્ય કામગીરી કરે ત્યારબાદ અન્ય ચર્કિંગ હાથ ધરે તો કોઈને મનદુઃખ ન થાય આતો ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવી કહેવત અહીં સાર્થક થાય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

(6:27 pm IST)