Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગરુડેશ્વર પોલીસે અક્તેશ્વર બ્રીજ ઉપરથી ૧.૯૨ લાખના ઈગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના તેમજ ના.પો.અધિ. વાણી દુધાત ના પ્રોહી/જુગારની પ્રવૃત્તિને બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ.ડી.બી.શુક્લ ના સુપરવીઝન હેઠળ નર્મદા જિલ્લામાં પ્રોહી. ની પ્રવૃતિને નાબુદ કરવા તેમજ આવા અસામાજીક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાના પગલે એ.એસ.વસાવા પોલીસ સબ ઇન્સ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે ગરુડેશ્વર ના અકતેશ્વર બ્રીજ ઉપરથી ટાટા વિસ્ટા ગાડી ના ચાલક રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેંદ્રસિહ રાઠોડ (ઉ.વ ર૯ )ધંધો ખેતી (રહે પટેલ ફળીયુ શહેરાવ તા.નાંદોદ જી.નર્મદા) તથા  ભુપેન્દ્રસિહ સુરેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ ૨૨ ) ધંધો ખેતી (રહે પટેલ ફળીયુ શહેરાવ તા.નાંદોદ જી. નર્મદા) નાઓએ ટાટા વિસ્ટા સફેદ કાર નં GJ 22-H-5896 માં વગર પાસ પરમીટનો પર પ્રાંતીય ઇગ્લીશ દારુ, ૫૦૦ એમ.એલ ના બિયરના કુલ ૧૨૦ નંગ કિમત રૂ ૧૨૦૦૦ તથા વહીસ્કી ૧૮૦ એમ.એલ ના કુલ ૪૮૦ નંગ કુલ કિ.રૂ ૪૮,૦૦૦  મળી પરપ્રાંતિય ઈગ્લીશ દારૂ કુલ કિ.રૂ ૬૦,૦૦૦/- તથા ટાટા વિસ્ટા સફેદ કલરની કાર ની કિ.રૂ ૧,૦૦,૦૦૦  તથા બે મોબાઈલ ફોન ની કિ.રૂ ૧૩૦૦૦  તથા નં (૧) ની અંગ ઝડતી માંથી મળેલ રોકડ રૂપીયા ૧૯૦૦૦  કુલ તમામ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ ૧,૯૨,૦૦૦ નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઈ જઈ તેઓ વિરુધ્ધ પ્રોહી. એકટ મુજબ નો ગુનો દાખલ કરી ગરુડેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(6:23 pm IST)