Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાથી ડરો નહિ પણ સાવધાની અવશ્ય રાખો : ધનંજય દ્વિવેદી

જિલ્લાની મુલાકાત પ્રસંગે પ્રભારી સચિવની અપીલ

રાજકોટ,તા.૮ : મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીએ મહેસાણા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતીની છેલ્લા પાંચ દિવસની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા કડી, વિસનગર મહેસાણા સહિત વિવિધ તાલુકાઓની  મુલાકાત કરી જરૂર સુચનો અને સમીક્ષા કરી હતી.

જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદીએ જણાવ્યું હતું કે કોવિડ અંગે લોક જાગૃતિ જરૂરી છે. કોવિડથી લોકોને ડરવાની જરૂર નથી પરંતુ તેને સહેલાઇથી ન લેતા નાગરિકોને સાવચેતી અને સાવધાની રાખવા પણ અપીલ કરાઇ હતી. તેમણે ઉમેર્યુ હતુ કે પોઝીટીવ દર્દીઓને સંપર્કમાં આવેલા હાઇરીસ્ક કોન્ટેકટ વાળા વ્યકિતઓને કોરોન્ટાઇન અને કન્ટેઇમેન્ટ કરવા ખાસ ભાર મુકયો હતો. આ ઉપરાંત દર્દીના કામના સ્થળો સહિત જે જગ્યાએ વધુ જવાનું થાય તેવા સ્થળોએ એના સંપર્કમાં આવેલા વ્યકિતઓને કવોરન્ટાઇન કરવા માટે પણ જણાવ્યું હતું  બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જીલ્લા પોલીસ અધિક્ષક ડોપાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની, સિવિલ સર્જન એચ.એન. પરમાર, અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)