Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજયના ૧૫૪ તાલુકાઓમાં ઝરમરથી ૧૨ ઈંચઃ કચ્છ પંથકમાં સૌથી વધુ ૮ઈંચ

દક્ષીણ ગુજરાતમાં ૨ ઈંચ - પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ઝરમર- ઝાપટાઃ ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૯ ફૂટને પાર

વાપી,તા.૮: ચોમાસાની આ સિઝનમાં મેઘરાજાએ હેત વરસાવતા રાજયના અનેક વિસ્તારોમાં ઝરમર થી ૧૨ ઇંચ સુધી નો વરસાદ નોંધાયેલ છે. 

જુલાઈ માસના પ્રારંભથી જ મેઘરાજાએ રાજયમાં એન્ટ્રી મારી છે પરંતુ આ વર્ષે મેઘરાજાએ જાણે રૂટ ઉલટો શુરૂ કર્યો હોઈ તેમ સૌરાષ્ટ્રથી આરંભ કાર્યનુ જણાઈ છે તેમજ કચ્છ પંથક માં પણ મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. 

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો...

 સૌ પ્રથમ કચ્છ પંથક તરફ નજર કરીએ  તો અબડાસા ૭૬ મીમી,અંજાર ૧૮ મીમી,ભુજ ૨૫ મીમી,ગાંધીધામ ૧૭ મીમી,લખપત ૬૦ મીમી , માંડવી ૧૮૩ મીમી,મુન્દ્રા ૧૮૧ મીમી,નખત્રાણા ૧૫૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

 ત્યાર બાદ ઉત્તર ગુજરાત પંથકમાં મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં  સતલાસણામાં ૨૪ મીમી તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓ માં ખેડબ્રહ્મામાં ૨૦ મીમી અને વિજયનગરમાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે  અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં ધનસુરા અને મોડાસામાં ૧૫-૧૫ મીમી અને માલપુરમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે તો પાટણ , બનાસકાંઠા અને ગાંધીધામ જીલ્લા માં ઝરમર વરસાદ નોંધાયો છે.

હવે જો  દક્ષીણ ગુજરાત પંથકમાં જોઈએ તો  ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં  આમોદ ૨૧ મીમી,હાંસોટ ૨૮ મીમી વરસાદ નોંધાયો છે  ત્યારે નર્મદા જીલ્લાના તાલુકાઓમાં દેડીયાપાડા ૧૬ મીમી અને સાગબારા ૧૯ મીમી વરસાદ નોંધાયો છે.

સુરત જીલ્લાના તાલુકાઓ તરફ જોઈએ તો ચોર્યાસી ૧૦ મીમી,મહુવા ૧૫ મીમી,માંડવી અને માંગરોળ ૧૩-૧૩ મીમી,ઓલપાડ ૨૩ મીમી અને સુરત સીટી ૪૦ મીમી વરસાદ નોંધાયો છે. 

આ ઉપરાંત નવસારી જીલ્લાના તાલુકાઓ માં જલાલપોર ૩૧ મીમી,ખેરગામ અને નવસારી ૧૪-૧૪ મીમી વરસાદ નોંધાયો છે તો વલસાડ જીલ્લા ના તાલુકાઓ માં ધરમપુર ૧૩ મીમી,કપરાડા ૧૭ મીમી,પારડી ૨૨મીમી,ઉમરગામ ૩૭ મીમી,વલસાડ ૨૪ મીમી અને વાપી ૨૪ મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સતત વધીને ૩૧૯.૪૬ ફૂટે પોહોચી છે ડેમ માં ૬૦૦  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૬૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સવારે ૮ કલાકે ૫.૦૮ મીટરે  પહોંચી છે.

(2:58 pm IST)