Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગાંધીનગરના સ્વર્ણિંમ સંકુલમાં મૂકાયું સેનેટાઈઝર મશીન : 100થી વધુ તાપમાનમાં સાયરન વાગશે

એર સ્પ્રેથી વ્યક્તિને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા

ગાંધીનગર :ગુજરાતમાં હવે વધુને વધુ રાજકીય નેતાઓ તથા સરકારી કર્મચારીઓ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. આવામાં ગાઁધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 પાસે સેનેટાઈઝર મશીન મૂકાયું છે. આ સેનેટાઈઝર મશીનની ખાસિયત એ છે કે, જો 100 થી વધુ કોઈપણ વ્યક્તિ નું ટેમ્પરેચર આવશે તો થર્મલ કેમેરામાં સાયરન ચાલુ થઈ જશે. તે વ્યક્તિને સંકુલમાં પ્રવેશ નહિ મળે. આ મશીનમાં વ્યક્તિનું ઓક્સિજન લેવલ પણ ચેક થશે.

સંપૂર્ણ કોન્ટેક્ટલેસ સેનેટાઈઝર મશીન 100 થી વધુ તાપમાન ધરાવતી વ્યક્તિના પ્રવેશવાની સાથે જ સાયરન વાગવા માંડશે. 45 ડિગ્રી તાપમાન સેનેટાઇઝર મશીનમાં મેઇન્ટેઇન કરાય છે. સાથે જ એર સ્પ્રેથી વ્યક્તિને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ તેમાં છે.

 હિમાંશુ વરીયા નામના શખ્સે આ મશીન બનાવ્યું છે. તેમના મતે, કોઈપણ 100થી વધુ ટેમ્પરેચર ઉપરની વ્યક્તિ એન્ટર થાય એટલે સાયરન વાગે છે. રૂપિયા ૮ થી ૯ લાખની કિંમતમાં આ તૈયાર થયેલું મશીન સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યું છે.

(12:20 pm IST)