Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દેડીયાપાડા એક ઘરમાં વાડા ભાગે જમીનમાં ખાડો ખોદી દાટેલ ઇંગ્લીશ દારૂ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂના દુષણને ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના કડક વલણને પગલે તથા ના.પો.અધિ. રાજપીપળાની સુચનાના આધારે પો. . . .આર. ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન PSI .આર.ડામોર ને બાતમી મળેલ કે, દેડીયાપાડા થાણા ફળીયામાં રહેતો સુરેશ વિનોદ વસાવા તેના ઘરે ઈગ્લીશ દારૂ રાખી ગે.કા.વેચાણ કરે છે.જે માહિતી ના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાં વાડામાં ખાડા ખોદી જમીનમાં દાટેલ કવાટરીયા નંગ-૩૮ ક્રિ .૩૨૩૦ સાથે સુરેશ વિનોદ વસાવા ને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:17 pm IST)