Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીની સ્થિતિ ક્રિટિકલ : કોરોનાને લીધે ફેફસાંમાં ઈન્ફેક્શન : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આચાર્ય મહારાજ વેન્ટિલેટર પર : અકિલા સાથેની વાતચીતમા સંસ્થાનના શ્રી મહંતસ્વામીએ કરી આ વાતની પુષ્ટિ

અમદાવાદ : અમદવાદમાં આવેલા મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્ય કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, સ્વામીજીને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

 અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને કોરોનાનો રાફડો સુરતમાં ફાટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં કરોનાના દરરોજના 200થી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. જો કે, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલકી પણ થોડાક દિવસો પહેલા કોરોનાની ચપેટમાં આવ્યા હતા જેથી તેમને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. જયારે મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્ય કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, સ્વામીજીને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી હાલ વેન્ટિલેટર પર છે અને તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન લાગવાને કારણે તેમની તબિયત નાજુક હોવાનું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું છે.

(1:02 am IST)