Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ૧૧૪ તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાની જમાવટ

અમદાવાદ,તા. : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે.આજે સવારે વાગ્યાથી સાંજે સુધીમાં ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ૨૦૧ મિમિ એટલે કે ૧૧ ઇંચ વરસાદ દેવભુમી દ્વારકા ના ખંભાળીયામાં નોંધાયો છે.રાજ્યના ૨૧ તાલુકામાં થી વધુ ઇંચ વરસાદ જોધપુરમાં-૧૭૦ મિમિ, ભાણવડમાં ૧૫૫ મિમિ, દ્વારકાના ક્લાણપુરમા ૧૧૯ મિમિ, માણાવદરમાં ૧૧૩ મિમિ, કુતિયાણમાં ૧૧૦ મિમિ, જામનગરમાં ૮૦ મિમિ, ઉપાલેટામાં ૭૯ મિમિ, દ્વારકામાં ૭૬ મિમિ, કાલાવાડમાં ૭૪ મિમિ, વંથલીમાં ૭૭ મિમિ, કચ્છના મુન્દ્રામાં ૬૬ મિમિ, જુનાગઢમાં ૪૨ મિમિ, ધોરાજીમાં ૩૮ મિમિ, કચ્છના માંડવીમાં ૩૫ મિમિ,જલાલપોરમાં ૨૮ મિમિ, મેંદરડામાં ૨૭ મિમિ અને કેશોદમાં ૨૫ મિમિ વરસાદ વરસ્યો છે.

(10:41 pm IST)