Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અનલોક-૧ બાદથી રાજ્ય સરકારની આવકમાં વધારો

રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર : લોકડાઉન બાદ વેટ, SGST, મોટર વ્હીકલ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યૂટી કલેક્શનના રજીસ્ટ્રેશનમાં નોધપાત્ર વધારો

ગાંધીનગર, તા. : ૧લી જુલાઈથી અનલોક- અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારની આવકમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રેવન્યૂ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું કે, વેટ, જીય્જી્, મોટર વ્હીકલ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યૂટી કલેક્શનના રજીસ્ટ્રેશનમાં લોકડાઉન લાગુ કરાયા બાદના મહિનાઓની સરખામણીએ વધારો થયો છે. રાજ્ય સરકારને લોકડાઉનના મહિનાઓ દરમિયાન કર્મચારીઓને પગાર તથા પહેલાના દેવાને ચૂકવવા માટે મોટી રકમ ઉધાર લેવી પડી હતી. જોકે અનલોક- સાથે કેટલીક ઈકોનોમિક એક્ટિવિટી ફરીથી શરૂ થતા રેવન્યૂ કલેક્શનમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ, મે ૨૦૨૦માં વેટથી રાજ્ય સરકારને ૭૬૫ કરોડની આવક થઈ હતી, જે જૂન મહિનામાં ૧૧૩૨ કરોડ થઈ ગઈ.

           જીય્ઝ્ર્થી એપ્રિલમાં ૪૯૨ કરોડની આવક થઈ હતી, જે જૂનમાં ૨૪૨૦ કરોડ થઈ. આવી રીતે મોટર વ્હીકલ ટેક્સથી આવરમાં ચાર ગણો વધારો થયો. એપ્રિલમાં આવક ૨૯.૪૧ કરોડ હતી, જે જૂનમાં ૧૨૯.૦૫ કરોડ થઈ. સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં પણ એપ્રિલમાં .૫૫ કરોડથી જૂનમાં ૫૦૧ કરોડ સુધી વધારો થયો. વર્ષે માર્ચ અને જૂનમાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો હોવા છતાં માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૦ સુધીની આવકમાં પાછલા વર્ષની સરખામણીએ ૮૮૭૪.૬૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૯થી જૂન ૨૦૧૯ દરમિયાન રાજ્ય સરકારની આવક ૨૫,૩૫૨.૪૩ કરોડ રૂપિયા હતી, જે વર્ષે ઘટીને ૧૬,૪૭૭.૭૭ કરોડ રહી ગઈ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે કહ્યું, લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની આવક તળિયે પહોંચી ગઈ હતી. જોકે સરકારની ટેક્સની આવક વધી રહી છે તે સારા સંકેતો છે, જો કે, પાછલા વર્ષની સરખાણીએ નથી પહોંચી. અમે આશા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈકોનોમીને વધારવા લેવાઈ રહેલા નિર્ણયોથી થોડા સમયમાં આપણે બાઉન્સ બેક કરીશું.

(10:22 pm IST)