Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પ્રાંતિજના એપ્રોચ રોડના સાઈડના પાણીના નાળામાં એકો કાર ખાબકી : ચાલકનો આબાદ બચાવ

પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર સવારના સુમારે રોડની સાઇડમાં પાણીના નાળામાં એક ઇકો કાર ખાબકી જતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.

           મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ એપ્રોચ રોડ પર માતૃછાયા સોસાયટી નજીકથી પસાર થતી ઇકો કાર અચાનક પાણીના નાળામાં ખાબકી હતી. જેમાં ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા કાર નાળામાં ખાબકતા ચાલકનો આબાદ બચાવ થયો હતો

(8:21 pm IST)