Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતના ભેસ્તાનમાં એક્સિસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર બે ચોરોને પોલીસે રંગેહાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરના ભેસ્તાન ખાતે આવેલા એક્સીસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર બે ચોરને રંગેહાથ ઝડપી પાડી પાંડેસરા પોલીસે પુછપરછ હાથ ધરી છે.

ભેસ્તાન હરિઓમ નગરના પ્લોટ નં. 355મા આવેલા એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાં ગત રાત્રે તસ્કરો ઘુસી ગયા હતા અને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ અને સેન્સરને પગલે તેની જાણ મુંબઇ સ્થિત હેડ ઓફિસ ખાતે જાણ થઇ હતી

હેડ ઓફિસ દ્વારા અંગેની જાણ સુરતના સિક્યુરીટી ઇન્ચાર્જ અને પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતા પાંડેસરા પોલીસ તુરંત ઘસી ગઇ હતી. પોલીસે એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહેલા બે ચોર હારૂન રોશન શા (.. 25 રહે. રૂમ નં. 5, બિલ્ડીંગ નં. 70, ભેસ્તાન આવાસ) અને ફારૂકખાન ફરીદખાન (.. 26 રહે. રૂમ નં. 8, બિલ્ડીંગ નં. 84, ભેસ્તાન આવાસ) ને રંગેહાથ ઝડપી પાડયા હતા

(5:48 pm IST)