Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતના વરાછામાં એમ્બ્રોડરીના કારખાનાનો નકુચો તોડી તસ્કરો મશીનના 1.21 લાખના પાર્ટ્સ ચોરી છુમંતર

સુરત: શહેરના વરાછા જગદીશનગરમાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાનાનો નકુચો તોડી તસ્કરો એમ્બ્રોઇડરી મશીનના રૂ.1.21 લાખની મત્તાના પાર્ટસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કારખાનેદાર લોકડાઉનને લીધે વતન ગયા હોય કારખાનું બંધ છે અને ગત 26 મી વતનથી સુરત પરત ફરેલા અને તેમની સામે કારખાનું ધરાવતા પિતરાઈ ભાઈ બધું બરાબર છે કે નહીં તે ચકાસવા ગયા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા મારુતિ ચોક પાસે ભગીરથ સોસાયટી ઘર નં.372 માં રહેતા 40 વર્ષીય અશોકભાઈ કેશવભાઈ ભોજાણી વરાછા જગદીશનગર ખાતા નં.94 માં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. તેમના ફોઈનો દીકરો જેઠાભાઇ નાનજીભાઈ વાળાકી ( રહે. ઘર નં.23, ભક્તિનગર વિભાગ 1, કાપોદ્રા, સુર. મૂળ રહે. ભાવનગર ) તેમના કારખાનાની સામે ખાતા નં.94 માં કિષ્ના આર્ટ નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 22 માર્ચના રોજ લોકડાઉન જાહેર થતા તમામ વતન ચાલ્યા ગયા હતા. તે સમયે જેઠાભાઇએ પોતાના કારખાનાની ચાવી તેમની સોસાયટીમાં રહેતા પિતરાઈ ભાઈ પ્રવીણને આપી હતી. ગત 26 જૂનના રોજ અશોકભાઈ વતનથી સુરત પરત ફરતા જેઠાભાઇએ તેમને પ્રવીણભાઈ પાસેથી ચાવી લઈ તેમના કારખાનામાં બધું બરાબર છે કે નહીં તે ચકાસવા ફોનથી જાણ કરી હતી.

(5:47 pm IST)