Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વડોદરામાં 74 જેટલા વિસ્તારોને રેડઝોનમાંથી ઓરેંજ જોનમાં મુકવામાં આવ્યા

વડોદરા: શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે અને કેસોના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ અગાઉ જે વિસ્તારોમાં કેસ વધ્યા હતા ત્યાં રેડ ઝોન ડિકલેર કરાયો હતો. વિસ્તારોમાં હવે કોઈ પોઝિટિવ કેસ નહીં નોંધાતા વધુ 74 વિસ્તારોને આજ રોજ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે

તારીખ 25 એપ્રિલથી 6 જુલાઈ સુધી વિસ્તારોમાં કોઈ કેસ નોંધાયા નથી. વળી વિસ્તારોના રહીશોમાંથી કેટલાક લોકોના સેમ્પલ લેવાયા હતા અને કોન્ટેક ટ્રેસીંગની કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે

(5:37 pm IST)