Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અમદાવાદના શાહુપુરમાં 21 વર્ષીય યુવતીને ચપ્પુની ધાક બતાવી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ, તા. 07 : શાહપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતીને અગાઉ તેની સાથે અભ્યાસ કરતા મિત્ર મારફતે ચાણક્યપુરી મહેતા પ્રકાશ નારાયણભાઈ મકવાણા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને એક બીજાને ફોનની આપ-લે કરી હતી અને વોટ્સએપ પર વાતચીત કરતા હતા

ત્યારબાદ પ્રકાશ યુવતીને દિલ્હી દરવાજા પાસે મળવા બોલાવીને એક્ટીવા પર ચાંદલોડિયાની એક હોટલમાં લઈ જઈ ચાકુની ધાક બતાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તે યુવતીને એક્ટીવા પર નમસ્તે સર્કલ લઈ ગયોને ઉતારીને ભાગી ગયો હતો ત્યારબાદ પ્રકાશ યુવતીને ઓફિસ નીચે જઈને તેને ફોન કરી મળવા નીચે બોલાવી હતી. યુવતીએ ઇનકાર કરતા પ્રકાશે ઓફિસમાં આવવાની ધમકી આપતા તે નીચે પહોંચી હતી ત્યારબાદ પ્રકાશ ફરીથી તેને એક્ટીવા પર ચાંદલોડિયાની હોટલમાં લઈ ગયો હતો અને નગ્ન ફોટા મોબાઇલમાં પાડી લીધા છે જે તે વાયરલ કરી દેશે તેવી ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અંગે યુવતીએ પ્રકાશ મકવાણા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)