Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોના કેસ વધતા પાટણને અઠવાડીયા માટે બપોર પછી લોકડાઉન

પાટણ તા. ૭ : પાટણ જીલ્લામાં કોરોના કેસ વધતા બપોર બાદ લોકડાઉનનો અમલ અઠવાડીયા સુધી કરાશે.

પાટણ શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છ.ેફકત પાટણ શહેરમાં જ બે દિવસમાં ર૯ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. રવિવારે ર૦ અને સોમવારે સાંજ સુધીમાં ૯ કેશ નોંધાયા હતા.

સમગ્ર પાટણ જીલ્લો પણ સંક્રમણમાં આવી ગયો છે છતાં નાનાગ્રામ્ય વિસ્તારો કોરોનાની ઝપટે આવી ગયા છે. સંક્રમણ ચારે તરફ ફેલાઇ જતા પાટણના  વહેપારી મહામંડળોની મિટીંગ યોજાઇ હતી. મૃત્યુનો આંક પણ ૧૦ ટકાથી પાર થઇ જવા પામ્યો  છે.પાટણ જીલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા ર૮૦ થી પાર પહોંચી છે, જયારે આજ સવાર સુધીમાં મૃત્યોનો આંક ર૮ થઇ જવા પામ્યો છે, જયારે હોસ્પીટલમાં ૧૦૬ કેસ સારવાર હેઠળ છે. કોરોનાના દર્દીઓના ૪૮૬ સેમ્પલ તપાસ હેઠળ છે. કોરોના લેબેરેટરીનું મશીનને કોરોનાનો ચેપ લાગતા તે પણ સારવાર હેઠળ છે. દર્દીઓના સેમ્પલ લઇને ગાંધીનગર લબોરેટરીમાં મોકલવામાં આવે છે, જયાંથી તપાસ થઇ આવતા દર્દીઓને લાંબો સમય હાલાકી ભોગવવી પડે છેે. કયારેક રીપોર્ટસ આવ્યા પહેલા દર્દીઓના મૃત્યુ થઇ ચુકયા હોય છ.ે સરકારે તાકીદે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. ૪૮૬ સેમ્પલ આજ સુધી પેન્ડીંગ પડયા છે કોરોનાનો વાયરસ ફેલાતા વહીવટીતંત્ર પણ હરકાતમાં આવી ગયું છે. ચિંતાજનક પરિસ્થિતી પેદા થતા પાલિકા, પોલીસ અને પ્રાંત અધિકારીશ્રીને મેદાનમાં આવવું પડયું છે. ઘરની બહાર નીકળતા લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત હોવા છતાં બેફીકર ૧૭૯૯ લોકોને માસ્ક ન પહેરવા બદલ રૂ. ૩,૬૦,૦૦૦/-નો દંડ ફટકારી સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝર અંગે સમજ આપવામાં આવી હતી. બેફામ બનેલા કોરોનાએ પાટણને ફરી લોકડાઉનનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. લોકોમાં જબરજસ્ત ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણ જિલ્લામાં કુલ ર૮ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થવા પામેલ છ.ે એટલે કે મૃત્યુ આંક ૧૦ ટકા થયો છે. જે મૃત્યુની ટકાવારી ચિંતાજનક છે.(

(4:21 pm IST)