Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે લોકડાઉન દરમિયાન કાર્ગો સંચાલનમાં નવા માપદંડો સ્થાપિત કર્યા

પિપાવાવઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ૨૪ માર્ચ, ૨૦૨૦નારોજથી અમલમાં આવેલા લોકડાઉન દરમિયાન પોતાની સરળ કામગીરીથી એના તમામ ભાગીદારોને સંતોષ પ્રદાન કર્યો છે. આવશ્યક સેવાઓ પ્રદાન કરવામાં સંકળાયેલા પોર્ટ તરીકે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે રાષ્ટ્રીય સ્તરે કડક લોકડાઉન દરમિયાન પણ કામગીરી ચાલુ રાખી છે.

પોર્ટે સફળતાપૂર્વક ૬૨૨થી વધારે કન્ટેઇનર ટ્રેનોનું સંચાલન કર્યું હતું. પોર્ટે ૧૮૬૦૦૦ TEUsનું સંચાલન કર્યું હતું, જેમાંથી ૧૧૦૦૦૦ TEUs‚નું પરિવહન ટ્રેનો દ્વારા થયું હતું. પોર્ટે એપ્રિલથી જૂન, ૨૦૨૦ સુધી કોઈ પણ પ્રકારનાં વિલંબ વિના ૦.૪૧ Mn MT ડ્રાય બલ્ક શિપમેન્ટ અને ૦.૨૧ Mn MT લિકિવડ શિપમેન્ટનું પણ સંચાલન કર્યું હતું. પોર્ટે વધારાની યાર્ડ સ્પેસ ઊભી કરી હતી તથા ગ્રાહકો પાસેથી સપ્લાય ચેઇનની ઘણી જરૂરિયાતો પૂર્ણ કરવા અને ચીજવસ્તુઓનો સરળ સુનિશ્યિત કરવા લોજિસ્ટિકસ પાર્ટનર્સ સાથે કામ કર્યું હતું.

આ સમયગાળા દરમિયાન મુખ્ય કામગીરીઓ પૈકીની એક કામગીરી એપ્રિલ, ૨૦૨૦માં જ ૨૯૩ ટ્રેનોનાં સંચાલનની હતી, જે એક જ મહિનામાં કોઈ પણ પોર્ટ પર સૌથી વધુ ટ્રેનોનું સંચાલન હતું. ઉપરાંત મે, ૨૦૨૦માં એક પણ મૃત્યુ વિના અને લોસ્ટ ટાઇમ ઇન્સિડેન્ટ (LTI) સાથે સલામત કામગીરી સાથે ૫૦૦ દિવસ પૂર્ણ કરીને સલામતીના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો હતો.

બિઝનેસ કન્ટિન્યૂઇટી પ્લાનની સાથે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે મર્યાદિત મેનપાવર સાથે કોઈ પણ પ્રકારના નોંધપાત્ર વિક્ષેપ વિના સામાન્ય સ્થિતિસંજોગોમાં કામગીરી જાળવી રાખી હતી. પોર્ટે સલામતીના પગલાનું કડક પાલન કરીને એના કર્મચારીઓની સલામતી જાળવી હતી, જેમાં PPE કિટ્સ આપવી, કાર્યસ્થળનું સેનિટાઇઝેશન, અવરજવર અને કામગીરી વગેરે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વગેરે સામેલ છે. પાયલોટ અને મેરિન ટીમે શિપના સભ્યો સાથે સંપર્કના પ્રથમ પોઇન્ટ હોવા છતાં સતત સલામત કામગીરી સુનિશ્ચિત કરી છે.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર શ્રી જેકોબ ફ્રીસ સોરેન્સને કહ્યું હતું કે, અમારા માટે ગયો મહિને પોર્ટ પર કસોટીનો સમય હતો, પણ મને એ જણાવતા આનંદ થાય છે કે, અમે અવરોધોને સફળતાપૂર્વક સામનો કરીને ૨૪/૭ કામ કર્યું હતું. કસ્ટમ્સ, રેલવે, કન્ટેનર ટ્રેન ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ અને કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન્સ જેવા અમારા બાહ્ય ભાગીદારોના સાથસહકાર વિના આ શકય નહોતું. અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અમારા ગ્રાહકોના આભારી છીએ.

આ પડકારજનક સમયગાળા દરમિયાન કંપનીએ સતત સેવા અને સલામતી સુનિશ્યિત કરવા તાત્કાલિક અને સક્રિય પગલાં લીધા હતા. પોર્ટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને અન્ય કાયદેસર સંસ્થા અને વહીવટીતંત્રની વિવિધ પ્રસ્તુત માર્ગદર્શિકાઓ મુજબ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સ્તરે કટોકટીની પ્રમાણભૂત આચારસંહિતા અપનાવી હતી.

પોતાના સાથીદારો અને ભાગીદારો માટે કામ કરવા માટે સલામતીયુકત વાતાવરણ પ્રદાન કરવામાં પોર્ટ એની અંદર અને આસપાસના સમુદાયો સુધી પહોંચ્યું હતું અને કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા જરૂરી સાથસહકાર આપ્યો હતો.

(4:12 pm IST)