Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજ્યભરમાં અનરાધાર : ૩૩ જીલ્લાના ૨૨૪ તાલુકામાં ઝરમરથી ૧૬ ઇંચ સુધી વરસાદ

ઉકાઇ ડેમની જળસપાટી ૩૧૯.૨૮ ફુટે પહોંચીઃ ૬૦૦ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે : કચ્છ અને ઉત્તર ગુજરાત પંથકમાં ૭ ઇંચઃ દક્ષીણ ગુજરાત પંથકમાં ૪ ઇંચ સુધી ખાબકયો

વાપી,તા.૭: ભારતમાં હાલ સર્જાયેલ અલગ અલગ સાયકલોનીક સરકયુલેશનની અસરને પગલે રાજય ભરમાં અનરાધાર વરસાદ નોંધાય રહ્યો છે જેમાં મેઘરાએ સૌથી વધુ મહેર સૌરાષ્ટ્ર, ત્યાર બાદ કચ્છ અને ઉત્ત્।ર ગુજરાત પંથકમાં વરસાવી હોવાનું જણાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના ૨૨૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે . ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો...સૌ  પ્રથમ કચ્છ પંથકમાં અબડાસા ૧૦ મીમી, અંજાર ૧૪૩ મીમી, ભચાઉ ૧૬૯ મીમી,ભુજ ૮૨ મીમી,ગાંધીધામ ૧૧૮ મીમી,માંડવી ૨૩ મીમી,મુન્દ્રા ૮૦ મીમી,આને રાપર ૧૦૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે ઉત્ત્।ર ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં રાધનપુર ૧૧ મીમી,સાંતલપુર ૧૭ મીમી,તથા બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓ માં પાલનપુર ૧૩ મીમી , તથા વડગામ ૧૧ મીમી,તો મેહસાણા જીલ્લાના તાલુકાઓ માં મેહસાણા અને વિજાપુર ૧૧-૧૧ મીમી,તો સાબરકાંઠાના જીલ્લાના તાલુકાઓ માં હિંમતનગર અને પ્રાંતિજ ૧૧-૧૧ મીમી,તો અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ૧૮ મીમી,ધનસુરા ૨૧ મીમી , માલપુર ૨૨ મીમી,અને મેઘરજ ૧૦ મીમી તો ગાંધીનગરના જીલ્લાઓમાં કલોલ ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત આપણે પૂર્વ અને  મધ્ય ગુજરાત વિસ્તારને જોઈએ તો અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૨૬ મીમી, દશ્કોઇ ૨૭ મીમી,માંડલ ૧૦ મીમી,સાણંદ ૩૦ મીમી, વિરમગામ ૨૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે ખેડા જીલ્લા ના તાલુકાઓમાં ગલતેશ્વર ૨૧ મીમી, ખેડા ૩૭ મીમી, મહેમદાવાદ ૧૪ મીમી,માતર ૩૧ મીમી, નડિયાદ ૨૨ મીમી,વાસો ૨૭ મીમી,ઠસરા ૧૬ મીમી જયારે આનંદ જીલ્લાના તાલુકાઓમાં આનંદ ૧૦ મીમી, અંકલાવ,બોરસદ અને તારાપુર ૧૩-૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે

વડોદરા જીલ્લા  તરફ આપણે નજર કર્યે તો ડભોઇ ૧૮ મીમી, કરજણ ૨૯ મીમી,પાદરા ૩૩ મીમી,વડોદરા ૩૦ મીમી,અને વાઘોડિયા ૧૧ મીમી વરસાદ નોંધાયેલ છે

હવે જો આપણે દક્ષીણ ગુજરાત તરફ જોઈએ તો ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ૨૭ મીમી,અંકલેશ્વર ૪૪ મીમી,ભરૂચ ૨૬ મીમી,હાંસોટ ૩૪ મીમી,જામ્બુસર ૧૫ મીમી,જાઘડીયા ૧૯ મીમી,નેત્રંગ ૨૪ મીમી, વગ્રા ૩૯ મીમી,વાલિયા ૩૦ મીમી આ ઉપરાંત નર્મદા જીલ્લા ના તાલુકાઓ માં ડેડીયાપાડા માં ૧૨ મીમી વરસાદ નોંધાયેલ છે.

તાપી જીલ્લાને જોઈએ તો સોનગઢ ૧૪ મીમી,વાલોડ ૨૮ મીમી,વ્યારા ૨૫ મીમી,ડોલવણ ૩૬ મીમી અને સુરત જીલ્લા માં બારડોલી ૪૯ મીમી,ચોર્યાસી ૨૨ મીમી, કામરેજ ૪૦ મીમી, મહુવા ૨૭ મીમી,માંડવી ૨૭ મીમી , માંગરોળ ૩૯ મીમી,ઓલપાડ ૩૮ મીમી,પલસાણા ૫૩ મીમી,સુરત સીટી ૪૨ મીમી,અને ઉમરપાડા માં ૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત નવસારી જીલ્લા માં ચીખલી ૪૮ મીમી, ગણદેવી ૨૭ મીમી,જલાલપોર ૫૧ મીમી,ખેરગામ ૩૦ મીમી,નવસારી ૫૪ મીમી, વાંસદા ૨૨ મીમી અને વલસાડ જીલ્લા માં ધરમપુર ૧૧ મીમી,કપરાડા ૪૭ મીમી,પારડી ૩૦ મીમી,ઉમરગામ ૨૭ મીમી,વલસાડ ૫૬ મીમી,અને વાપી માં ૪૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

ડાંગ જીલ્લા તરફ જોઈએ તો વઘઈમાં ૧૦૨ મીમી સુધી નો વરસાદ નોંધાયેલ છે આજે સવારે ૧૦ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સત્ત્।ત વધી ને ૩૧૯.૨૮ ફૂટે પહોચી છે ડેમ માં ૨૨,૩૭૮ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૬૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે.

(3:24 pm IST)