Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતમાં કોરોનાનો કહેરઃ ખાનગી શાળાનું વહીવટી કામ-ઓનલાઇન શિક્ષણ બંધ

રાજકોટ તા. ૭ :.. સુરત શહેરમાં કોરોનાની રફતાર વધતા સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ૪૦૦ ખાનગી  શાળાઓમાં એક અઠવાડીયા પુરતી શાળા સંપૂર્ણ બંધ અને ઓનલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યા છે.સુરતમાં કોરાનાએ ગતિ પકડી છે. આ સંજોગોમાં શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ છે. પરંતુ શિક્ષકો શાળાએ આવીને  ઓનલાઇન શિક્ષણ આપે છે. જે તાકીદની અસરથી બંધ કર્યુ છે. કોરોનાનું સંક્રમણ ભયજનક સ્થીતીમાં છે. આ સંજોગોમાં સ્વનિર્ભર શાળાઓમાં વહીવટી કામ અને ઓનલાઇન શિક્ષણ તા. ૮ થી ૧૪ જુલાઇ એક અઠવાડીયુ બંધ રાખવાનો તેવો નિર્ણય કર્યા છે.

(3:22 pm IST)